ચોપાઈ : તુલસીદાસ ૫
घनहीन कहे घनवान सुखी | घनवान कहे सुख राजा को भारी ||
राजा कहे महाराजा सुखी | महाराजा कहे सुख इंद्र को भारी ||
इंद्र कहे चतुरानन को सुख | और ब्रह्मा कहे सुख विष्णु को भारी ||
पर तुलसीदास विचार करे | | हरि भजन विना सब लोक दुःखारी ||
અર્થ છે :
ગરીબ માણસ વિચારે છે કે શ્રીમંત બહુ સુખી છે. શ્રીમંત વિચારે છે કે સાહેબી તો રાજા પાસે છે.
રાજા વિચારે છે કે ઠાઠ તો મહારાજા (સમ્રાટ) પાસે છે. મહારાજા વિચારે છે કે જાહોજલાલી તો સ્વર્ગનો અધિપતિ અને પૃથ્વીના સ્વામી ઇન્દ્ર પાસે છે.
ઇન્દ્ર વિચારે છે અલૌકિક આનંદ તો સમસ્ત સૃષ્ટિના સ્વામી બ્રહ્મા પાસે છે.
બ્રહ્મા વિચારે છે કે ભગવાન વિષ્ણુ પોતે આનંદ સ્વરૂપ છે અને તેમના સિવાય જગતમાં કોઈની પાસે સાચું સુખ કે શાંતિ નથી.
પણ હકીકત એ છે કે ભગવાનનું ભજન કરવા સિવાય ચૌદ લોક અને સમસ્ત બ્રહ્માંડ દુ:ખી છે
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply