Archive for the ‘જરૂર કાંઈક વાત હશે’ Tag

જરૂર કાંઈક વાત હશે

મલકે છે આ મન,
તો જરૂર કાંઈક વાત હશે,
નથી કહેતાં લોકો પાગલ,
તો કોના આ વિચાર હશે !

ચમકે છે આ નજર ,
તો જરૂર અદ્દભુત સહવાસ હશે,
નથી સમજતાં સંબંધોનાં સરવાળા,
તો કોને મળવાનાં આ પ્રયાસ હશે !

ધબકે છે આ હૃદય,
તો જરૂર કોકનું આકર્ષણ હશે,
નથી માનતાં લાગણીનાં બંધનમાં,
તો કોનું એ ગુરુત્વાકર્ષણ હશે !

ગમે છે આ સમણું , “યાર” ,
તો જરૂર એમની યાદો હશે,
મળે એ પરોઢિયે ઉર પાસે
તો જાણ્યું ઉજાગરાની કાંઈક રાતો હશે !