Archive for the ‘એક બીજાને ગમતાં રહીએ’ Tag

એક બીજાને ગમતાં રહીએ

ગમ્મત તો એક શરૂઆત છે
બાકી એ તો વાત કરવાની અમારી રીત છે
નજરો સામે હોવા છતાં બંધ આંખે એમને જોવાની
અમારી અનોખી પ્રીત છે

અમને ગમે તે તમને નામંજૂર છે.
તમારી પસંદગી પર “યાર” ખફા છે.
મતભેદ હોવા છતાં એક બીજાને મનાવીએ ,
એવી અમારી અદ્દભુત વફા છે

તમારો ઠપકો હજુ એ મીઠો સાદ છે,
અમારો કોપ તો આજે પણ આકરી સજા છે,
ગમગીન હોવા છતાં એક બીજાને ગમતાં રહીએ ,
એવી અમારા જીવનની અનેરી મજા છે.

ક્યારેક એ દિલ પર ફિદા છે.
તો ક્યારેક બંદા એમનાં પર ખતા છે.
થોડા અધૂરા હોવા છતાં એક બીજાને અપનાવીએ,
“યાર” એ જ તો અમારા ઇશ્કની અદા છે .