તો માનુ – મારી કવિતા
શમણાંમાં હાજર થાવ તો માનુ
યાદોમાં બરતરફ થાવ તો માનુ
તમારા આગમનથી છે જીવન વસંત
હૃદયમાં પાનખર થાવ તો માનુ
સમય જરા આપો તો માનુ
સંબંધ થોડા વીસારો તો માનુ
તમારો સહવાસ તો છે સુખનું તોરણ
વિરહમાં વિસ્મરણ થાવ તો માનુ
અધરોનું મધ પીવડાવો તો માનુ
આંખોનું મદ ઉતારો તો માનુ
તમારા મિલનની સંધ્યા “યાર” ઘણી ટૂંકી
રજનીની એક મહેફિલ સજાવો તો માનુ
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply