Archive for the ‘૬૯ અધ્યાય’ Tag

શ્લોક : કૃષ્ણનાં નામોનો સારાંશ ૫

મહાભારતમાં સંજય ભગવાન કૃષ્ણનાં અનેક નામોનું રહસ્ય ધૃતરાષ્ટ્રને સમજાવતા કહે છે

 

 यतः सत्वं न च्यवते यच्च यत्वान्न हीयते।
सात्वतः सात्वतस्तस्मादार्षभाद्वृषभेक्षणः ।।

 

 

— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૬૯ અધ્યાય

 

અર્થાત –  કારણકે શ્રી કૃષ્ણ સત્વગુણથી કયારેય ચ્યુત નથી થતાં અને કયારેય સત્વની એમનામાં ઓછપ આવે છે , આથી “સાત્વત” કહેવાય છે અને આર્ષ અર્થાત ઉપનિષદથી પ્રકશિત હોવાને કારણ “આર્ષભ” કહેવાય છે. વેદ એમનાં નેત્ર છે આથી તેઓ “વૃષભેક્ષણ” કહેવાય છે