Archive for the ‘૧૯૧ અધ્યાય’ Tag
શાસ્ત્રવિધાન : ભોજન કરવાના નિયમ
पञ्चार्द्रो भोजनं भुञ्ज्यात्प्राद्भुखो मौनमास्थितः।
न निन्द्यादन्नभक्ष्यांश्च स्वादुस्वादु च भक्षयेत्।।
— મહાભારત , શાંતિ પર્વ, ૧૯૧ અધ્યાય
અર્થાત : બે હાથ , બે પગ અને મોઢું આ પાંચ અંગોને ધોઈને ભોજન કરવા બેસવું જોઈએ . ભોજન સમયે મૌન ધારણ કરવું . ભોજન કરતી સમયે પીરસેલા અન્નની નિંદા ના કરવી અને એને સ્વાદિષ્ટ માનીને ગ્રહણ કરવું જોઇયે. ભોજન કર્યા બાદ હાથ ધોઈને ઉઠવું જોઇયે .
अतिथीनां च सर्वेषां प्रेष्याणां स्वजनस्य च।
सामात्यं भोजनं भृत्यैः पुरुषस्य प्रशस्यते।।
અર્થાત : ઘરનાં અતિથી, સેવક અને કુટુંબીજનો સર્વ માટે સમાન ભોજન બનાવવું જોઇયે.
सायंप्रातर्मनुष्याणामशनं वेदनिर्मितम्।
नान्तरा भोजनं दृष्टमुपवासी तथा भवेत्।।
અર્થાત : શાસ્ત્રો મુજબ મનુષ્યે બે ટાણે ભોજન કરવું જોઇયે : સવારે અને સાંજે , એવું વિધાન છે . એ સમય સિવાય અન્ન લેવું નિષેધ છે.
निषष्णश्चापि खादेन न तु गच्छन्कदाचन।।
– મહાભારત , અનુશાસન પર્વ અધ્યાય ૧૬૧
અર્થાત : બેસીને ભોજન કરવું , ઉઠતાં – ફરતાં ભોજન ના કરવું