Archive for the ‘શાસ્ત્રવિધાન – માતા પિતાનો આદર’ Tag

શાસ્ત્રવિધાન – માતા પિતાનો આદર

सर्वतीर्थमयी माता सर्वदेवमयः पिता ।
मातरं पितरं तस्मात सर्वयत्रेन पुतयेत् ॥
प्रदक्षिणीकृता तेन सप्त द्वीपा वसुंधरा:।
जानुनी च करौ यस्य पित्रोः प्रणमतः शिरः।
निपतन्ति पृथ्वियां च सोक्षयं लभते दिवम् ॥

“मात पिता ही कृपा केवलम्”

અર્થાત –
માતા સર્વ તીર્થોનું પિતા સર્વ દેવતાઓનું સ્વરૂપ છે , આથી માતા પિતાનો હર હંમેશ આદર સત્કાર કરવો જોઈએ. જે માતા-પિતાની પ્રદક્ષિણા કરે છે તે સાત દ્વીપ યુક્ત પૃથ્વીની પરિક્રમા જેવી ગણાય છે. માતા પિતાને પ્રણામ કરતાં જેનાં હાથ ઘુંટણ અને મસ્તક પૃથ્વીને અડે છે – તેઓ અક્ષય સ્વર્ગને પ્રાપ્ત કરે છે . આથી કેવળ માતા પિતાની કૃપા પ્રાપ્ત કરવી જોઈએ