Archive for the ‘શાંતિ પર્વ’ Tag
શાસ્ત્રવિધાન – સાક્ષાત મૃત્ય અને અમૃત તુલ્ય
द्व्यक्षरस्तु भवेन्मृत्युरुयक्षरं ब्रह्म शाश्वतम्।
ममेति द्व्यक्षरो मृत्युर्न ममेति च शाश्वतम्।।
— મહાભારત , શાંતિ પર્વ, અધ્યાય ૧૨
સહદેવ મહારાજ યુધિષ્ઠિરને (દાનવીર કર્ણના મૃત્યુનાં શોકમાંથી મુક્ત કરવા ) બોધ આપતાં કહે છે કે :
“બે અક્ષર – મમ: (આ મારું છે – એવો ભાવ) એ જ સાક્ષાત મૃત્ય છે અને ત્રણ અક્ષર – ન મમ: ( આ મારું નથી – એવો ભાવ ) એ જ અમૃત તુલ્ય સનાતન બ્રહ્મ છે”