Archive for the ‘રાજા’ Tag
આજનો સુવિચાર – સમાજમાં હાસ્યસ્પદ વ્યક્તિ
मूर्खो द्विजातिः स्थविरो गृहस्थः कामी दरिद्रो धनवांस्तपस्वी ।
वेश्या कुरूपा नृपतिः कदर्यो लोके षडेतानि विडम्बितानि ॥
અર્થાત : બ્રાહ્મણ , ક્ષત્રિય તથા વૈશ્ય કુળમાં જન્મ થયો છતાં જે મુર્ખ નિરક્ષર રહ્યો હોય ,
અથવા વૃદ્ધ હોવા છતાં જે ગૃહમાં નિવાસ કરતો હોય / પડ્યો રહે અને વાનપ્રસ્થ ના સ્વીકારે ,
અથવા જે નિર્ધન હોવા છતાં અનેક જાતની કામનાઓમાં રચ્યો પચ્યો રહે ,
અથવા જે ધનવાન હોવા છતાં જાતે કષ્ટ સહન કરતો હોય
અથવા જે વેશ્યા હોય પણ કદરૂપી હોય ,
અથવા જે રાજા હોય પણ કંજૂસ હોય –
તે સહુ આ સમાજમાં હાસ્યસ્પદ છે.