Archive for the ‘માર્કંડેય પુરાણ’ Tag
જાણવા જેવું – આઠ નિધિ
पद्मिनी नाम या विद्या लक्ष्मीस्तस्याश्च देवता ।
तदाधाराश्च निधयस्तन्मे निगदतः श्रृणु ।।
यत्र पद्ममहापद्मौ तथा मकरकच्छपौ ।
मुकुन्दो नन्दकश्चैव नीलः शङ्खोऽष्टमो निधिः ।।
— માર્કંડેય પુરાણ, અધ્યાય ૬૮
કૌષ્ટુકી મુની માર્કંડેય ઋષિને પૂછે છે ,”સંપૂર્ણ ભોગોને પ્રાપ્તિ કરાવાવાળી પદ્મિની વિદ્યાને આધીન જે સહુ નિધિઓ છે તેનું આપ વિસ્તારથી વર્ણન કરો”
ઉપરના શ્લોકમાં એનો ઉત્તર આપતાં કહે છે “હે બ્રાહ્મણ , પદ્મિની નામની જે વિદ્યા છે , લક્ષ્મીજી જેની અધિષ્ઠાત્રી દેવી છે અને જે સંપૂર્ણ નિધિઓની આધાર છે. પદ્મ , મહાપદ્મ , મકર , કચ્છપ , મુકુન્દ , નન્દક , નીલ , તથા શંઙ્ખ , આ આઠે નિધિ છે. “