Archive for the ‘પ્રતિષ્ઠા’ Tag
શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ(૬)
પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો છઠ્ઠો પ્રશ્ન છે :
યક્ષનો :
किंस्विदावपतां श्रेष्ठं रकिंस्विन्निवपतां वरम्।
किंस्वित्प्रतिष्ठमानानां किस्वित्प्रसवतांवरम् ।।
અર્થાત : આવપન (દેવતર્પણ) કરવાવાળા માટે કઈ વસ્તુ શ્રેષ્ઠ છે ? નિવપન (પિતૃતર્પણ) કરવાવાળા માટે કઈ વસ્તુ શ્રેષ્ઠ છે ? પ્રતિષ્ઠા મેળવવા માટે કઈ વસ્તુ શ્રેષ્ઠ છે ? અને સંતાન મેળવવા માટે કઈ વસ્તુ શ્રેષ્ઠ છે ?
યુધિષ્ઠિર ઉત્તર આપે છે :
वर्षमावपतां श्रेष्ठं बीजं निवपतां वरम्।
गावः प्रतिष्ठमानानां पुत्रः प्रसवतां वरः ।।
અર્થાત: આવપન (દેવતર્પણ) કરવાવાળા માટે વર્ષા શ્રેષ્ઠ ફળ છે. નિવપન (પિતૃતર્પણ) કરવાવાળા માટે બીજ (ધન, ધાન , સંપત્તિ ) શ્રેષ્ઠ ફળ છે. પ્રતિષ્ઠા મેળવવા માટે ગાય શ્રેષ્ઠ છે. અને સંતાન મેળવવા માટે પુત્ર શ્રેષ્ઠ છે.