Archive for the ‘પરિવહ’ Tag
જાણવા જેવું – વાયુના પ્રકાર
વાયુના સાત પ્રકાર છે:
૧. પ્રવહ : જે તાપ અને ગરમીથી ઉત્પન્ન થતા વાદળના સમુહને ફેરવે છે તે માર્ગમાં પ્રવાહિત થતાં વાયુને “પ્રવહ” કહે છે.
૨. આવહ: જે આકાશમાં તેજ(વીજળી ) અને રસ માત્રા (પાણી ) ઉત્પન્ન કરે છે તથા ભારે અવાજ સાથે ભ્રમણ કરે છે તે વાયુને “આવહ” કહે છે
૩. ઉદ્રહ: જે સાગરનું જળ ગ્રહણ કરી આકાશમાં વાદળની ઘટા બનાવે છે (વરાળ) તે માર્ગમાં ભ્રમણ કરતા વાયુને “ઉદ્રહ” કહે છે
૪. સંવહ: જે વાયુથી વાદળ મેઘ બની વરસે છે , જેમાં વહન કરવું સરળ અને પરિશ્રમ વગર હોય છે તે માર્ગમાં ભ્રમણ કરતા વાયુને “સંવહ” કહે છે
૫. વિવહ: જે વાયુ કઠોર ભાવથી વૃક્ષોને તોડી , જડ-મૂળમાંથી ઉખાડી ફેંકે છે , જે અત્યંત વેગવાળા અને ભયાનક ઉત્પાત સાથે ભીષણ વરસાદ લાવે છે , તે વાયુને “વિવહ” કહે છે
૬. પરિવહ: જેના આધાર પર આકાશગંગા સ્થિર થઇ સમસ્ત લોકમાં “દિવ્ય” જળ પ્રવાહિત કરે છે અને જેના વડે પૃથ્વી પ્રકાશિત થાય છે અને ચંદ્રમાંના કિરણોને પોષણ મળે છે , તે સંપૂર્ણ વિજયશીલ યુક્ત તત્વોમાં શ્રેષ્ઠ વાયુને “પરિવહ” કહે છે
૭. પરાવહ: જે વાયુ અંતકાળમાં સમસ્ત પ્રાણીઓના પ્રાણોને શરીરમાંથી નીકળે છે, અને જેનુંઅતિક્રમણ (ઉલ્લંઘન) કરવું અંત્યંત કઠીન છે , તે વાયુને “પરાવહ” કહે છે
— નારદ પુરણ