Archive for the ‘દુહા’ Tag

દુહા ૫

જનની જણ તો ભક્ત જણ ,

    કાં દાતા કાં શૂર

નહીતર રહેજે વાંઝણી ,

    પણ મત ગુમાવીશ નૂર

;

અર્થાત: હે જન્મ દેનારી મા જો તું કોઈને જન્મ આપે તો તે ભક્ત હોય  , કોઈ દાનવીર હોય કે કોઈ શૂરવીર હોય. નહીં તો તું ભલે અસંતાન સ્ત્રી બની રહો પણ તું તારી  પ્રભા ના ત્યજીશ.