Archive for the ‘તુલસીદાસ’ Tag

ચોપાઈ : તુલસીદાસ ૭

અંધાધૂંધ સરકાર હે,

    તુલસી ભજ નિસંક

ખીઝે દીન અમરપદ ,

    રીઝે દીન લંક

આ ચોપાઈમાં તુલસીદાસજી ભગવાનનાં વખાણ સાથે વ્યંગ કરતાં કહે છે કે:
“રામજીની સરકાર તો બહુ જ બેદરકાર છે, અને ત્યાં તો અરાજકતા ફેલાયેલી છે. એનું કારણ એ છે કે જેના પર ભગવાન ખીજાય છે તેને “અમરપદ” આપે છે અને જેના પર રીઝાયા હોય તેને “લંકા” જેવી નગરીનું રાજ આપે છે.  આથી એમને ભજવામાં અને એનાથી મળતાં ફળમાં, કોઈ શંકા રાખવાની જરૂર નથી. ”

અનુસંધાન :  રાવણે ભગવાનનો દ્રોહ કર્યો હતો તે છતાં ,  ભગવાન રામ , જયારે એનો વધ કર્યો  ત્યારે તેને મુક્તિ આપી હતી. રાવણના શરીરમાંથી દિવ્ય જ્યોત રામજીના શ્રીવિગ્રહમાં સમાઈ ગઈ હતી. અને રાવણનો ભાઈ વિભીષણ વર્ષોથી ભગવાનની ભક્તિ કરતો હતો. જન્મથી રાક્ષસ હતો , પણ ભક્ત હતો, છતાં ભગવાને તેને લંકાનો રાજા બનાવ્યો અને એક કલ્પનું આયુષ્ય આપ્યું હતું. મતલબ એ છે કે તમે ભક્તિ કરો તો ફળ મળે પણ દ્રોહ કરો તો પણ ફળ મળે, આવી વિચારસરણી અને સમતા ભગવાન સિવાય કોનામાં જોવા મળે?