Archive for the ‘જાણવા જેવું’ Tag

જાણવા જેવું : રુદ્રાક્ષનો મહિમા

 

સ્કંધ પુરાણનાં મહેશ્વર ખંડમાં કેદાર ખંડનાં , ૧૩માં અધ્યાયમાં રુદ્રાક્ષનું વર્ણન કરતાં મહર્ષિ વેદ વ્યાસ લખે છે

रुद्राक्षा ये शिवेनोक्तास्ताच्छृणुध्वं द्विजोत्तमाः॥
आरम्भैकमुखं तावद्याबद्वक्त्राणि षोडश॥
एतेषां द्वौ च विज्ञेयौ श्रेष्ठौ तारयितुं द्विजाः॥ ५१ ॥

અર્થાત : ભગવાન શંકરે જે રુદ્રાક્ષનાં વર્ણન કર્યાં છે તે મુજબ રુદ્રાક્ષ એક મુખથી માંડીને સોળ મુખી હોય છે . એમાંથી પંચમુખી અને એક મુખી – આ બે પ્રકારના રુદ્રાક્ષ મનુષ્ય દ્વારા ધારણ કરવા માટે યોગ્ય અને શ્રેષ્ઠ છે .

रुद्राक्षाणां पंचमुखखस्तथा चैकमुखः स्मृतः॥
ये धारयंत्येकमुखं रुद्राक्षमनिशं नराः॥
रुद्रलोकं च गच्छंति मोदन्ते रुद्रसंनिधौ॥ ५२ ॥

અર્થાત : જે પ્રતિદિન એક રુદ્રાક્ષ ધારણ કરે છે તે મનુષ્યને જીવન મુકત જાણવો જોઈએ , જે પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરે છે તે મનુષ્ય રુદ્ર લોક જાય છે અને ત્યાં આનંદ અને ભોગ ભોગવે છે.

जपस्तपः क्रिया योगः स्नानं दानार्चनादिकम्॥
क्रियते यच्छृभं कर्म्म ह्यनंतं चाक्षधारणात्॥ ५३ ॥

અર્થાત : જપ , તપ , ક્રિયા , યોગ સ્નાન અને દેવ પૂજા આદિ જે શુભ કર્મો કરવામાં આવે છે તે રુદ્રાક્ષ ધારણ કરવાથી અનંત ફળ દેવાવાળા કર્મ થઇ જાય છે.