Archive for the ‘આવા છે આ દુનિયાનાં અજીબ લોકો’ Tag
આવા છે આ દુનિયાનાં અજીબ લોકો …..
આવા છે આ દુનિયાનાં અજીબ લોકો …..
પૈસા પાછળ નાહક મુકે છે દોટો ,
એક શોધતાં હજાર મળશે, નથી એમનો કોઈ તોટો .
મળશે બધું અપાર છતાં પણ હંમેશા રોતો ને રોતો ,
પોતાનાં જ લોકો આપે છે એક બીજાને ધોકો .
અભિમાન કરે છે સંપત્તિ, સમૃદ્ધિનો નોખો ,
અરે વિનાશ માટે કાફી છે એક પવનનો ઝોકો .
પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરવાનો,
નહિ ચુકે એક પણ મોકો .
આવા છે આ દુનિયાનાં અજીબ લોકો …..
– “મિનેષ”