Archive for the ‘અગ્નિ-સ્નાન’ Tag
જાણવા જેવું – વધનાં પ્રકાર
વધનાં અનેક પ્રકાર છે , માત્ર મૃત્યુદંડથી જ કોઈની હત્યા નથી થતી.
- જયારે કોઈનું માથું મુંડાવી, એનું સર્વ ધન લઈને, અને એને કાઢી મૂકવામાં તેની હત્યા થઇ ગણાય છે. પરંતુ કોઈ પણ સંજોગોમાં બ્રાહ્મણને શરીરથી મારવો અવૈધ છે. – અશ્વત્થામાએ જયારે પાંડવોના પાંચ પુત્રોને યુદ્ધના નિયમોને તોડી રાત્રીના અંધકારમાં મારી નાખ્યા હતા ત્યારે તેને સજા કરવા માટે ભગવાન કૃષ્ણે તેનો માથાનો મણી કાઢી (તેનું ધન) , તેનું મુંડન કરી તેને ધુત્કારીને કાઢી મુક્યો હતો
- ભાઈ કે મિત્રનો સબંધ ત્યાગ કરીને એમનો વધ કર્યો ગણાય છે. અર્થાત તેમની સાથે આજીવન અબોલા લેવા. – ભગવાન રામે જયારે પોતનું વચન પાળવા પોતાના ભાઈ લક્ષ્મણનો વધ કરવું પડશે તેમ લગ્યું ત્યારે તેમેણે વશિષ્ઠ ઋષિની સલાહ લીધી અને તેમની આજ્ઞા અનુસાર ભગવાનને ભાઈના સંબંધનો ત્યાગ કર્યો અને શાસ્ત્રોના નિયમ અનુસાર લક્ષ્મણનો વધ કર્યો જાણ્યો.
- સ્ત્રીને એના શયન કક્ષમાંથી નિકાલ કરવાથી (પતિગૃહ કે પિતાના ઘરનો ત્યાગ કરવો) એનો વધ કર્યો ગણાય છે. પણ સ્ત્રીને મારવી મહાપાપ છે.
- જયારે રાજાની આજ્ઞાનું પાલન ના થાય , ત્યારે તે રાજા નો વધ થયો ગણાય છે. શાસ્ત્રો જણાવે છે કે રાજાને રણ-સંગ્રામમાં પણ મારી ના શકાય. રાજનીતિ તો ત્યાં સુધી કહે છે કે સ્વેચ્છાએ જો રાજા ના કરે તો અનશનથી , જળ-સમાધિથી, અગ્નિ-સ્નાનથી, વિષ-પાનથી પણ રાજા અવધ્ય છે. ઈતિહાસ જણાવે છે કે ચાલુક્ય વંશના પાટણના રાજાઓ , મૂળરાજ (અગ્નિ-સ્નાન), ચામુંડ (જળ સમાધિ) વગેરેએ સ્વેચ્છાએ રાજ્ય છોડી જીવનનો અંત આણ્યો હતો.
- જ્યારે કોઈને ધુત્કારી તેનું અપમાન (કટુ વચન ) કરવામાં આવે ત્યારે એનો વધ કર્યો ગણાય છે. મહાભારતમાં અર્જુને કૃષ્ણની આજ્ઞા માની ધર્માત્મા યુધિષ્ટિરનું અપમાન કર્યું હતું (કર્ણ પર્વ , અધ્યાય 72)
यदा मानं लभते माननार्ह–
स्तदा स वै जीवति जीवलोके।
यदाऽवमानं लभते महान्तं
तदा जीवन्मृत इत्युच्यते सः।।
અર્થાત : સંસારમાં સન્માનિય લોકોને જ્યાં સુધી માન મળે છે ત્યાં સુધી તેઓ જીવિત માનવામાં આવે છે , જ્યારે તેમનું અપમાન થાય છે ત્યારે તે જીવતાં હોવા છતાં “મૃત” જાણવામાં આવે છે
- જયારે કોઈ પોતાના મુખે પોતાની પ્રસંશા ( આત્મ-શ્લાધા) કરે ત્યારે તેનો વધ થયો ગણાય છે.
अवध्या ब्राह्मणा गावो ज्ञातयः शिशिवः स्त्रियः।
येषां चान्नानि भुञ्जीत ये च स्युःक शरणागताः।
– મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૬ મો અધ્યાય ( વિદુર નીતિ )
બ્રાહ્મણ, ગાય , કુટુંબી , બાળક , સ્ત્રી , અન્નદાતા અને શરણાગત , હમેશા અવધ્ય છે