Archive for the ‘भारत सावित्री’ Tag
આજનો સુવિચાર – ધર્મનો મર્મ
મહાભારતમાં “ભારત સાવિત્રી”માં વેદ-વ્યાસજી કહે છે
ऊर्ध्वबाहुर्विरौम्येष न च कश्चिच्छ्ऱ्^णोति मे |
धर्मादर्थश्च कामश्च स किं अर्थं न सेव्यते || ८९ ||
હું બે હાથ ઉઠાવીને (આક્રંદ કરતાં) કહું છું પણ કોઈ મારી વાત સાંભળતું નથી. ધર્મથી મોક્ષની સિદ્ધિ મળે છે અને સાથે અર્થ અને કામ પણ સિદ્ધ થાય છે તો પછી લોકો ધર્મનું અનુસરણ કેમ નથી કરતાં.
न जातु कामान् न भयान्न लोभात् धर्मं त्यजेज्जीवितस्यापि हेतोः |
नित्यो धर्मः सुखदुःखे त्वनित्ये जीवो नित्यः हेतुरस्य त्वनित्यः || ९०||
–भारत सावित्री
કોઈ કામનાથી , ભયથી, લોભથી અથવા પ્રાણ બચાવા ખાતર ધર્મનો ત્યાગ ના કરવો જોઈએ. જેમ ધર્મ નિત્ય છે અને સુખ તથા દુ:ખ અનિત્ય છે. તેમ જીવાત્મા નિત્ય છે અને તેના બંધન કે હેતુ અનિત્ય છે.