Archive for the ‘સુવિચાર’ Category

આજનો સુવિચાર – ગુરુ (૧)

दृष्टान्तो नैव दृष्टस्त्रिभुवनजठरे सद्गुरोर्ज्ञानदातुः स्पर्शश्चेत्तत्र कलप्यः स नयति यदहो स्वहृतामश्मसारम् ।
न स्पर्शत्वं तथापि श्रितचरगुणयुगे सद्गुरुः स्वीयशिष्ये स्वीयं साम्यं विधते भवति निरुपमस्तेवालौकिकोऽपि ॥

અર્થાત – ત્રણે લોક , સ્વર્ગ, પૃથ્વી , પાતાળમાં જ્ઞાન આપવા વાળો ગુરુના જેવી ઉપમા કશે જોવા નથી મળતી , ગુરુ તો પારસમણિ સમાન છે એવું કહેવું યોગ્ય નથી કારણકે પારસમણિ તો માત્ર લોખંડને સોનુ બનાવે છે , પણ પોતે એવું નથી બનતું , સદ્ ગુરુ પોતાનાં ચરણોનાં અસશરી લેવા વાળા શિષ્યને પોતાનાં જેવો બનાવી દે છે , આથી ગુરુદેવની કોઈ ઉપમા નથી , ગુરુ તો અલૌકિક છે