Archive for the ‘મનપસંદ કવિતાઓ’ Category

મનપસંદ કવિતા – રહી ગયું (અજ્ઞાત)

ખુદની સાથે મળવાનું રહી ગયું,
ભીતર તરફ વળવાનું રહી ગયું !
ટીકા કરતો રહ્યો હું હંમેશા અન્યની,
અને ખુદને પરખવાનું રહી ગયું !

દૂરના સંબંધોમાં વ્યસ્ત રહ્યો સદા,
નિકટના સાથે ભળવાનું રહી ગયું!
કાબાથી કાશી સુધી પથ્થર પૂજ્યા કર્યા,
અને , ઈશ્વરને ઓળખવાનું રહી ગયું!

ગણ્યા કર્યા પેલા મુઠ્ઠીભર સિક્કા વ્યર્થ,
અને પેલું સુખ ગણવાનું રહી ગયું !
બે થોથા ભણી લીધા ને હોંશિયાર થઇ ગયો,
પણ, જ્ઞાન સમજવાનું રહી ગયું !

ઝપાટાભેર વહી રહી આ જિંદગી
અને સાલું, આ જીવવાનું તો રહી ગયું !

— અજ્ઞાત