Archive for the ‘દુહા’ Category
દુહા ૬
હે ,
આધિ પરખે ખરા મિત્ર ,
- ને ઉપાધિ પરખે સ્વજન
પણ વ્યાધિમાં જે જતન કરે ,
- ઈ પરખિ તો જનિ રતન
અર્થાત: જ્યારે માનસિક દુ:ખ હોય ત્યારે ખરા મિત્રની ઓળખ થાય , જ્યારે આર્થિક દુ:ખ પડે ત્યારે સાચા સગા-સબંધીની ઓળખ થાય , પણ જ્યારે રોગના દર્દથી પીડિત હોય અને જે આપણી કાળજી રાખે તે પરખાવનાર સ્ત્રી તો રતન કહેવાય.