Archive for the ‘જીવન દૃષ્ટિ’ Category

જીવન દૃષ્ટિ – જો હું ભેણેલો હોત તો…

એક સત્ય ઘટના પ્રસ્તુત કરું છું.

લંડનનાં એક ચર્ચમાં એક નિયમ હતો કે ત્યાં એવા કોઈ વ્યક્તિને નોકરીએ રાખવામાં નહીં આવે જેણે દસ ચોપડી ભણી ના હોય. પણ ત્યાં એક વૃદ્ધ દયાળુ પાદરી રહેતો હતો જે આ નિયમનો કડક રીતે પાલન કરતો ન હતો. એણે એલ્ફ્રેડ ડનહિલ (જે અભણ હતો ) એને ચર્ચની રોજિંદી કામકાજ માટે  નોકર તરીકે રાખ્યો  – જેમાં એણે ચર્ચનાં બાંકડાને સાફ કરવાનો , ચર્ચની ભોંયને સ્વચ્છ રાખવાની અને ચર્ચનાં મંચને વ્યવસ્થિત રીતે ચકાચૌંધ રાખવાનો. ડનહિલે પોતાનું ભણતર પૂરું કરવાનું છેટે રાખ્યું હતું અને છેવટે ઘણો સમય પસાર થવાથી એ એક અધૂરું સ્વપ્ન થઇ ગયું.
એક સમયની વાત છે , એ વૃદ્ધ પાદરી નિવૃત્ત થયાં અને તેની જગાએ એક નવો યુવાન પાદરી આવ્યો. એ નિયમોને બહુ ધ્યાનથી અનુસરતો હતો. એણે નિયમો વાંચી જાણ્યું કે ચર્ચનો નોકર ડનહિલ અભણ છે અને એથી  ચર્ચનાં નિયમનો ભંગ થાય છે , એણે તરત ડનહિલને તાકીદ કરી કે અથવા ૬ મહિનામાં એ ઉપાધિપત્ર (certificate) લાવી આપે અથવા નોકરી છોડી દે. ડનહિલને ખબર હતી કે પાકા ઘડે કાંઠા ન ચડે, એની પાસે કોઈ બીજો રસ્તો ન હતો આથી તેણે તે નોકરીમાંથી રાજીનામું આપવું પડશે .

એલ્ફ્રેડ તરત પાછો ચર્ચમાં આવ્યો  અને રાજીનામું આપી દીધું. અને પેલાં ધોરીમાર્ગ ઉપર એક નાની સિગરેટની રેકડી નાખી. એનાં ધાર્યા કરતાં એનો ધંધો ગણો સારો ચાલ્યો. એનાં ધ્યાનમાં એ પણ આવ્યું કે એના ઘણાં ગ્રાહકો ધોરીમાર્ગના સમાંતર બીજો એક ધોરી માર્ગ (State street ) હતો ત્યાંથી આવતાં હતા – આથી એણે એ બીજા ધોરીમાર્ગ ઉપર છ મહિનામાં બીજી રેકડી નાખી. ધંધો એટલો બધો વધી ગયો કે એક વર્ષમાં તો એ બે રેકડીમાંથી એણે બે દુકાનો કરી નાખી  અને ત્રણ વર્ષમાં એ બે દુકાનોમાંથી ચાર અને ચારમાંથી સોળ દુકાનો થઇ ગઈ.

થોડાં સમયમાં એલ્ફ્રેડ ડનહિલ ઇંગ્લેન્ડમાં તમાકુનો અગ્રેસર વેપારી બની ગયો. એણે પોતાનાં નામ (” ડનહિલ”) ની , મશીન વડે બનતી સિગરેટો વેચાણમાં મૂકી અને માત્ર પાંચ વર્ષોમાં એની ગણના ઇંગ્લેન્ડનાં અતિ શ્રીમંત વ્યક્તિઓમાં  થવા લાગી. એણે અમેરિકાનાં તમાકુનાં ખેડૂતો જોડે વાર્ષિક ખરીદી કરાર  કરી લીધાં અને જેથી એને તમાકુનો માલ આખા વર્ષ દરમ્યાન મળતો રહે.  અ કરાર કરવા માટે તે અમેરિકા એ ખેડૂતોને મળવા ગયો

અ કરાર અમેરિકાનાં તમાકુનાં ખેડૂતો માટે આર્થિક રીતે અત્યંત લાભદારી હતાં આથી આ કરાર કરવાની  ઔપચારિકતા એક મોટા પાયા ઉપર ઉજવણી થઇ ગઈ જેમાં સમાજનાં અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિ , ધારાસભા અને રાજ્યસભાનાં પ્રતિનિધિઓ અને ગવર્નરે ભાગ લીધો.

જયારે કરાર ઉપર સહી કરવાનો સમય આવ્યો ત્યારે ડનહિલે પોતાનાં અંગુઠાની છાપ મૂકી કારણકે તે હજુ એનું નામ લખતાં પણ શીખ્યો ન હતો

આ જોઈ ગવર્નર બહુ પ્રભાવિત થઇ ગયાં  અને કહ્યું ” સાહેબ, આ તો ખરેખર સાચી પ્રગતિ કહેવાય , તમે અભણ હોવા છતા જીવનમાં આટલું બધું મેળવ્યું , વિચાર કરી જુઓ જો તમે ભણતર પુરું કર્યું હોત તો તમે શું પામ્યું હોત ?”

ડનહિલે સ્વાભાવિક રીતે વારંવાર ભૂતકાળમાં જે જવાબ આપ્યો હતો તે આપતાં બોલ્યા ” જો મને વાંચતા અને લખતાં આવડતું હોત તો હું આજે પણ ચર્ચમાં એક સામાન્ય નોકર બની ઝાડુ કાઢતો હોત”