Archive for the ‘સંત કથા’ Category
સંત કથા – સુરદાસજી ચરિત્ર પ્રસંગ : નિર્બળ જાન કે મોહિ
હાથ છુડા કે જાત હો ,
- નિર્બળ જાન કે મોહિ ,
જાઓગે જબ હ્યદય સે ,
- સબળ કહુંગો તોહિ
— સુરદાસજી
ઉપરના પદમાં સુરદાસજી ભગવાનને પ્રેમનો પડકાર કરે છે તે આલેખેલ છે .
સંત સુરદાસજી રોજ રાતે ભજન સાંભળવા અને કીર્તન કરવા ભક્તોને ત્યાં જાતા . તેમનો અવાજ સુરીલો હતો પણ આંખે અંધ હતાં . પ્રસંગ પ્રમાણે એક વખત સુરદાસજી ઘેર જતાં રસ્તામાં એક મોટા ખાડામાં પડ્યાં . રાત હોવાથી કોઈ મદદે આવે એમ ન હતું . મુશળધાર વરસાદ પડતો હતો પણ સુરદાસજી તો ભગવાન સ્મરણમાં મસ્ત હતાં .
ભગવાને એમની ચિંતા થઇ આથી બાલકૃષ્ણ ત્યાં પધાર્યા અને તેમનો હાથ પકડી ખાડામાંથી બહાર કાઢ્યા . સુરદાસજી વિચારમાં પડ્યા આમ મધરાતે આવા વરસાદમાં કોણ મદદે આવ્યું . આથી સુરદાસજી પૂછે છે કે :
” તું કૌન હૈ ?”
બાલકૃષ્ણ કહે છે ” બાબા , હું નંદબાવાના ગામનો એક ગોવાળ છું . હું ગાયો લઇ આ બાજુથી પસાર થતો હતો . તમે ખાડામાં કિર્તન કરતા હતા . તમને બહાર કાઢવા હું આ બાજુ આવ્યો”
સુરદાસજી વિચારે છે કે કયા ગોવાળનો દીકરો હશે ?, કોને મારી પડી હશે ? આ મધરાતે કોણ ગાયો વાળતું હશે ?”
અને ત્યાં જ વિચાર ચમક્યો ” આ તો મારા શ્રી કૃષ્ણ છે , જે મને મદદ કરવા અહી પધાર્યા છે”.
અને તે લાલાને પકડવા આગળ વધ્યા . ઠાકોરજી તો અંતર્યામી છે તે તરત છટકી ગયા. સુરદાસજી ત્યારે ઉપરનું પદ ગાય છે જેનો અર્થ છે :
” તમે મને નિર્બળ જાણી હાથ છોડાવીને જાવ છો, પણ મારા હ્રદયમાંથી ભાગીને બત્તાવો તો હું તમને સબળ માનું”
સુરદાસજીએ પ્રભુને પ્રેમથી હ્રદયમાં બાંધી રાખ્યા છે . સર્વતંત્ર સ્વતંત્ર પરમાત્મા પ્રેમના સગપણમાં પરતંત્ર છે .
— શ્રીમદ ભાગવત રસામૃતમાંથી