મનપસંદ કવિતા – સબંધો ખતમ થઈ રહ્યા છે (‘મરીઝ’ )
સિતમ થઈ રહ્યા છે, જુલમ થઈ રહ્યા છે,
હવે પ્રેમમાં પણ નિયમ થઈ રહ્યા છે.
નવા દુશ્મનોનું નથી ખાસ જોખમ,
હવે દોસ્તો મારા, કમ થઈ રહ્યા છે.
જરા દૂર દ્રષ્ટિથી જોયું તો લાગ્યું, કે
નખશીખ આનંદ, ગમ થઈ રહ્યા છે.
મોહબ્બતના રસ્તાની શું વાત કરીએ,
ઉતાવળમાં ધીમે કદમ થઈ રહ્યા છે.
નિરાશાથી બાકી છે આ જિંદગાની,
કે નિશ્વાસ છે એજ દમ થઈ રહ્યા છે.
મરણની દશા છે, ‘મરીઝ’
આવી રીતે, જીવનમાં સબંધો ખતમ થઈ રહ્યા છે.
— અબ્બાસ વાસી ‘મરીઝ’
તમારી ટીપ્પણી