મનપસંદ કવિતા : રાત પણ પડતી ગઇ (અજ્ઞાત)
આમ ને આમ દિવસો ગયા ને
સાંજ – રાત પણ પડતી ગઇ,
શૌખ મરતા ગયા એક એક કરીને,
જવાબદારી વધતી ગઇ,
સપનાઓ રૂંધાયા અને
મુલાયમ હાથ ની રેખાઓ બળતી ગઇ,
પૈસા ને પરિસ્થિતિના ખેલ મા,
સાલી જીંદગી ઢળતી ગઇ,
સારા કે સાચા હોવાની સજાઓ,
હર ઘડી ધડી મળતી ગઇ,
આ ન કરો પેલું ન કરતાં તેવી,
બરાબર સુચના મળતી ગઇ,
રહેવું હતુ નાનુ અમારે પણ ,
ઉમર હતી કે વધતી ગઇ,
આમ ને આમ દિવસો ગયા ને સાંજ,
રાત પણ પડતી ગઇ….
– અજ્ઞાત
A a na karo pelu na karta karta karta din vahigaya ne jindgi pan puri thai gai. SARAS VICHAR KRATI KAVITA. EXCELLENT.
LikeLike