પણ ફરક છે – (એક અજ્ઞાત કવિની રચના પરથી)
તું ભલે કહે કે આપણાં વચ્ચે ઘણી સમાનતા
પણ ફરક છે …મારા ને તારા વલણમાં …
તું તરસાવી જાણે …ને હું વરસાવી જાણું …
તું ભલે કહે કે આપણાં હૃદયમાં થોડી વિગતા
પણ ફરક છે …મારા ને તારા વમળમાં …
તું હેમતમાં હરખે પણ હું તો પાનખરમાં એ પસરુ
તું કહે કે આપણાં મિલનમાં કંઈક અલ્પતા
પણ ફરક છે …મારા ને તારા રમણમાં …
તું અંતર રાખે ને હું તને અંતરમાં રાખું …!!
તું કહે કે આપણાં પ્રેમમાં કંઈક ઊણપતા
પણ ફરક છે “યાર”…મારા ને તારા ચલણમાં …
તું મારી કસોટીમાં વ્યસ્ત ને હું તારી યાદોમાં મસ્ત !!
— એક અજ્ઞાત કવિની રચના પરથી પ્રેરણા પામી લખેલું પદ્ય
વિગતા = ચિંતા
પસરુ =ખીલતું
ચલણ = રીત
તમારી ટીપ્પણી