विद्यादाता मंत्रदाता गुरु लॅक्षगुणे: पितु: मातु: सहस्त्रगुणवान्नास्त्यन्यस्तत्स्मो गुरु: |
— બ્રહ્મ વૈવિત્ર પુરાણ , બ્રહ્મ ખંડ , દશમો અધ્યાય
અર્થાત : વિદ્યા દાતા અને મંત્ર દાતા ગુરુ પિતા કરતાં લાખ ઘણાં અને માતા કરતાં હજાર ઘણાં અધિક (માન્ય) છે , એમનાં સમાન કોઈ ગુરુ નથી .
આથી રામજીનાં વનવાસનાં પ્રસંગે , ભરતજીને આશા હતી કે જો તેમનાં ગુરુ વશિષ્ઠજીએ જો રામજીને અયોધ્યા પર રાજ કરવાની આજ્ઞા આપી હોત તો એ પિતાનો આદેશ અને માતાની અરજી કરતા પણ વિશેષ અધિકાર મનાત , અને રામજી એને તુરંત માની લેત.
તમારી ટીપ્પણી