જાણવા જેવું : દેવતાઓની પ્રિય તિથિ
સ્કંધ પુરાણનાં મહેશ્વર ખંડમાં કેદાર ખંડનાં , ૩૩માં અધ્યાયમાં રુદ્રાક્ષનું વર્ણન કરતાં લોમેષ ઋષિ લખે છે :
योगानां वा व्यतीपात ऊडूनां श्रवणस्तथा॥
अमावास्या तिथीनां च पूर्णिमा वै तथैव च॥ ७८ ॥
संक्रांतयस्तथाज्ञेयाः पवित्रा दानकर्मणि॥
तथाष्टमी प्रिया शंभोर्गणेशस्य चतुर्थिका॥ ७९ ॥
पञ्चमी नागराजस्य कुमारस्य च षष्ठिका॥
भानोश्च सप्तमी ज्ञेया नवमी चण्डिकाप्रिया॥ ८० ॥
ब्रह्मणो दशमी ज्ञेया रुद्रस्यैकादशी तथा॥
विष्णुप्रिया द्वादशी च अंतकस्य त्रयोदशी॥८१ ॥
चतुर्द्दशी तथा शंभोः प्रिया नास्त्यत्र संशयः॥
અર્થાત : યોગોમાં વ્યતીપાત , નક્ષત્રોમાં શ્રવણ , તીથીઓમાં અમાવસ્ય અને પૂર્ણિમા , અને સક્રાંત કાળ , આ સહુ દાન-કર્મ માટે પવિત્ર માનવામાં આવે છે. ભગવાન શંકરને અષ્ટમી અતિ પ્રિય છે , ગણેશજીને ચતુર્થી ,નાગરાજને પાંચમ , કુમાર કાર્તિકેયને ષષ્ઠી , સૂર્યદેવને સપ્તમી , દુર્ગાજીને નવમી , બ્રહ્માજીને દશમી , રુદ્રદેવને એકાદશી , ભગવાન વિષ્ણુને દ્વાદશી , કામદેવને તેરસ , ભગવાન શંભુને ચૌદશ વિશેષ પ્રિય છે.
તમારી ટીપ્પણી