શ્લોક: શ્રી વિષ્ણુ સ્તુતિ ૪
नारायणपरा वेदा देवा नारायाणाङ्गजाः |
नारायणपरा लोका नारायणपरा मखाः ||
नारायणपरो योगो नारायणपरं तपः |
नारायणपरं ज्ञानं नारायणपरा गति || (१५) ।।
– શ્રીમદ ભાગવત મહાપુરાણ (સ્કંધ ૨ , અધ્યાય ૫)
અર્થાત: વેદો નારાયણ પારાયણ છે . દેવતાઓ પણ નારાયણના અંગોમાં કલ્પિત થયેલા છે. બધા યજ્ઞો નારાયણની પ્રસન્નતા માટે થાય છે અને તેનાં ફળ રૂપે જે લોકોની (સ્વર્ગ , તપ , બ્રહ્મ , મહ:) પ્રાપ્તિ થાય છે તે પણ નારાયણમાં સ્થિત છે . દરેક પ્રકારના યોગ નારાયણની પ્રાપ્તિ કરવાનાં હેતુ છે. બધી તપશ્ચર્યા નારાયણ તરફ લઇ જનારી છે છે , જ્ઞાન દ્વારા પણ નારાયણની પ્રાપ્તિ થાય છે. સમસ્ત સાધ્ય અને સાધનોનું મૂળ ભગવાન નારાયણ છે.
તમારી ટીપ્પણી