જાણવા જેવું : ભગવાન શંકરનું તપશ્ચર્યા સ્થાન
સંવર્ત ઋષિ મહારાજ મરુત્તને જણાવે છે કે
गिरेर्हिमवतः पृष्ठे मुञ्जवान्नाम पर्वतः।
तप्यते यत्र भगवांस्तपो नित्यमुपापतिः।।
– મહાભારત , અશ્વમેધિક પર્વ , અધ્યાય ૮
અર્થાત : હિમાલયનાં પૃષ્ઠ ભાગમાં મુઞ્જવાન્ નામનો પર્વત છે , અહીં ભગવાન શંકર સદા તપશ્ચર્યા કરે છે .
श्रिया ज्वलन्दृश्यते वै बालादित्यसमद्युतिः।
न रूपं शक्यते तस्य संस्थानं वा कदाचन।
निर्देष्टुं प्राणिभिः कैश्चित्प्राकृतैर्मांसलोचनैः।।
અર્થાત : શંકર ભગવાનનો શ્રીવિગ્રહ તેજથી જાજલ્યમાન રહે છે. આ સ્થાનને શોધવું શક્ય નથી. સંસારનું કોઈ પણ પ્રાણી પોતાનાં ચર્મચક્ષુઓ વડે ભગવાનનાં આ દિવ્ય સ્વરૂપને જોઈ નથી શકતાં.
नोष्णं न शिशिरं तत्र न वायुर्न च भास्करः।
न जारा क्षुत्पिपासे वा न मृत्युर्न भयं नृप।
અર્થાત : આ પર્વત પર ના અધિક ગરમી છે ના અત્યંત ઠંડક , ના વાયુનો પ્રકોપ છે ના સૂર્યનો પ્રચંડ તાપ. અહીં કોઈ પણ ભૂખ કે તરસથી હેરાન નથી થતું અને વૃદ્ધા અવસ્થા તથા મૃત્યુને અહીં પ્રવેશ નથી . અહીં કોઈ પણ પ્રકારનો ભય નથી.
તમારી ટીપ્પણી