શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ (૨૯)
પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો ઓગણત્રીસમો પ્રશ્ન છે :
યક્ષનો સવાલ :
कोऽहंकार यइतिप्रोक्तः कश्च दम्भः प्रकीर्तितः।
किं तद्दैवं परं प्रोक्तं किं तत्पैशुन्यमुच्यते ।।
અર્થાત : અહંકાર કોને કહે છે ? દંભ કોને કહેવાય છે ? જેને પરમદૈવ કહે છે એ શું છે ? અને પૈશુન્ય (ચાડી) કોને કહેવાય ?
યુધિષ્ઠિર ઉત્તર આપે છે :
महाऽज्ञानमहंकारो दम्भो धर्मो ध्वजोच्छ्रयः।
दैवं रदानफलं प्रोक्तं पैशुन्यं परदूषणम् ।।
અર્થાત : મહાન્ અજ્ઞાન અહંકાર છે. પોતાને ખોટો મહાન ધર્માત્મા કહેવડાવનારને દંભ કહે છે. દાનનું ફળ પરમદૈવ કહેવાય છે. અને બીજા ઉપર ખોટો દોષ લગાડવો એ પૈશુન્ય છે.
તમારી ટીપ્પણી