મનપસંદ કવિતા – તમે ક્યાં છો ? (અજ્ઞાત)
યાદથી ભીની બની મોસમ, તમે ક્યાં છો?
દુર છો કાં આતમ, તમે ક્યાં છો?
છે નયન બેતાબ પ્રિયે દર્શન કાજે,
પાપણોની પાથરી જાજમ, તમે ક્યાં છો ?
ઇન્તજારી છે મને ચાતક સમી પ્રિયે
વર્ષા થઇ વરસો હવે હમદમ, તમે ક્યાં છો ?
લ્યો સજાવી સેજ મારી લાગણીઓની ,
કઈ રહમ મુજ પર કરો પ્રીતમ, તમે ક્યાં છો ?
હું નિભાવું કેમ જીવન મર્મને રૂહાની
ફૂલની પ્રસરો હવે સૌરભ, તમે ક્યાં છો ?
– અજ્ઞાત
તમારી ટીપ્પણી