આજનો સુવિચાર – ભાગ્ય
पत्रं नैव यदा करीरविटपे दोषो वसन्तस्य किं,
नोलूकोऽप्यवलोकते यदि दिवा सूर्यस्य किं दूषणम्।
वर्षा नैव पतन्ति चातकमुखे मेघस्य किं दूषणं,
यत्पूर्वं विधिना ललाटलिखितं तन्मार्जितुं कः क्षमः॥
— નીતિ શતકમ
અર્થાત :
કેરડાનાં ( કાંટાળું એક ઝાડ) વૃક્ષ ઉપર વસંત ઋતુમાં પાંદડા ના આવે તો એમાં વસંતનો કોઈ દોષ નથી.
મૂર્ખ મનુષ્યને દિવસમાં પણ ના દેખાય તો એમાં સૂર્યનો કોઈ દોષ નથી.
ચાતક પક્ષીના મુખમાં વર્ષાનું એક ટપકું ના પડે તો એમાં મેઘોનો કોઈ દોષ નથી.
એજ પ્રમાણે જીવનમાં અનેક દુ:ખ અને કષ્ટ ભોગવવા પડે તો એમાં મનુષ્યનો કોઈ દોષ નથી. આ એના ભાગ્યમાં પહેલેથી લખાઈને આવ્યું છે આથી એને ભોગવવું પડે છે.
તમારી ટીપ્પણી