શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ (૨૫)
પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો પચ્ચીસમો પ્રશ્ન છે :
યક્ષનો સવાલ :
कः शत्रुर्दुर्जयः पुंसां कश्चव्याधिरनन्तकः।
कीदृशश्च स्मृतः साधुरसाधुः कीदृशः स्मृतः ।।
અર્થાત : મનુષ્યનો દુર્જય શત્રુ કોણ છે ? અનંત વ્યાધિ શું છે ? સાધુ કોને કહેવાય ? અને અસાધુ કોને કહેવાય ?
યુધિષ્ઠિર ઉત્તર આપે છે :
क्रोधः सुदुर्जयः शत्रुर्लोभोव्याधिरनन्तकः।
सर्वभूतहितः साधुरसाधुर्निर्दयः स्मृतः ।।
અર્થાત : ક્રોધ મનુષ્યનો દુર્જય શત્રુ છે. લોભ અનંત વ્યાધિ છે. સમસ્ત પ્રાણીઓનું હિત ઇચ્છનાર સાધુ કહેવાય અને નિર્દયી પુરુષ અસાધુ કહેવાય.
તમારી ટીપ્પણી