જાણવા જેવું : અઢાર પુરાણો
પુરાતન સૃષ્ટીમાં વિવિધ કાળમાં બનેલી ઘટનાઓનું વર્ણન , મનુષ્ય , દેવ , દાનવ , ગંધર્વ , નાગ , યક્ષ અને ઋષીઓના ચરિત્ર વિષેની કથાને પુરાણ કહે છે. આવા અઢાર પુરાણો છે . તે વેદનું એક અંગ છે .
आद्यं सर्वपुराणनां पुराणं ब्राह्ममुच्यते ।
अष्टादशपुराणानि पुराणज्ञाः प्रचक्षते ॥२०॥
(પુરાણજ્ઞ પુરુષ કુલ ૧૮ પુરાણ બતાવે છે , જેમાં સૌથી પ્રાચીન બ્રહ્મ પુરાણ છે.)
ब्राह्मं पाद्मं वैष्णवं च शैवं भागवतं तथा ।
तथान्यं नारदीयं च मार्कण्डेय च सप्तमम् ॥२१॥
आग्नेयमष्टमं चैव भविष्यन्नवमें स्मृतम् ।
दशमें ब्रह्मावैवर्त लैंगमेकादशं स्मृतम् ॥२२॥
वाराहं द्वादशं चैव स्कान्दं चात्र त्रयोदशम् ।
चतुर्दशं वामनं च कौर्म पत्र्चदशं तथा ॥२३॥
मात्स्यं च गारुडं चैव ब्रह्माण्डं च ततः परम् ।
महापुराणान्येतानि ह्याष्टदश महामुने ॥२४॥
— श्रीविष्णुपुराण – तृतीय अंश – अध्याय ६
આ પુરાણોનું વર્ણન નીચે મુજબ છે. આ બધા પુરાણોના કુલ શ્લોકની સંખ્યા ૪ લાખ છે.
1. બ્રહ્મપુરાણ: તેના વક્તા સાક્ષાત્ ચાર મોઢાંવાળા બ્રહ્મા છે, માટે તેનું બ્રહ્મ એવું નામ છે. એ પુરાણ બ્રહ્માએ મરીચિને સંભળાવ્યું હતું. તેને સૌરપુરાણ એવું નામ પણ આપવામાં આવ્યું છે, કેમકે તેમાં ખાસ સૂર્ય પૂજા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. પુરાણોમાં આ પુરાણનું નામ પહેલું હોવાથી ઘણા લોકો તેને “આદિપુરાણ” પણ કહે છે. તેમાં તીર્થો અને તેનાં માહાત્મ્યનું વર્ણન છે. તે ૧૦૦૦૦ શ્લોકનું બનેલું છે.
2. વિષ્ણુપુરાણ: એક મહાપુરાણ જેમાં વિષ્ણુનું પ્રતિપાદન કરેલું છે તેથી તે વિષ્ણુપુરાણ કહેવાય છે. તે વ્યાસજીએ રચેલું છે. તે ૨૩૦૦૦ શ્લોકનું બનેલું છે.
3. પદ્મ પુરાણ: વ્યાસે રચેલું એક મહાપુરાણ. જે સમયે આ પૃથ્વી સોનેરી કમળ જેવી હતી, તે સમયના બનાવોનું વર્ણન તેમાં આપવામાં આવ્યું છે. તેનાં પાંચ ખંડ છેઃ સૃષ્ટિખંડ, ભૂમિખંડ, સ્વર્ગખંડ, પાતાલખંડ અને ઉત્તરખંડ . તેમાં કુલ ૫૫,૦૦૦ શ્લોક છે.
4. શિવ પુરાણ: એક મહાપુરાણ જેમાં શિવનું પ્રતિપાદન કરેલું છે તેથી તે શિવ પુરાણ કહેવાય છે. તેમાં આ પ્રમાણે ખંડ છેઃ મત્સ્ય, કૂર્મ, લિંગ, સ્કંદ, અગ્નિ અને શિવ. તેમાં કુલ ૨૪,૦૦૦ શ્લોકો છે.
5. શ્રીમદ્ ભાગવતમ્: ભગવાનના વિવિધ અવતાર , તેમની લીલાઓ તથા તેમના ભક્તોની કથાનું નિરૂપણ કરતું પુરાણ. તે ૧૮,૦૦૦ શ્લોકનું બનેલું છે.
6. નારદ પુરાણ: (૨૫,૦૦૦)
7. માકઁડેય પુરાણ (૯,૦૦૦)
8. અગ્નિ પુરાણ (૧૫,૪૦૦)
9. ભવિષ્ય પુરાણ (૧૪,૫૦૦) જેમાંસૂર્ય તેના અધિષ્ઠાતા દેવ છે
10. બ્રહ્મવૈવર્ત પુરાણ (૧૮,૦૦૦)
11. લિંગ પુરાણ (૧૧,૦૦૦)
12. વરાહ પુરાણ (૨૪,૦૦૦)
13. સ્કંદ પુરાણ (૮૧,૧૦૦)
14. વામન પુરાણ (૧૦,૦૦૦)
15. કૂર્મ પુરાણ (૧૭,૦૦૦)
16. મત્સ્ય પુરાણ (૧૪,૦૦૦)
17. ગુરુડ પુરાણ (૧૯,૦૦૦)
18. બ્રહ્માંડ પુરાણ (૧૨,૦૦૦)
શિવ મહાપુરાણમાં પણ આ અઢાર પુરાણોનો ઉલ્લેખ છે જે નીચેના શ્લોકમાં જાણવામાં આવે છે.
ब्राह्मं पाद्मं वैष्णवं च शैवं भागवतं तथा ॥
भविष्यं नारदीयं च मार्कंडेयमतः परम् ॥
आग्नेयं ब्रह्मवैवर्तं लैंगं वाराहमेव च ॥
स्कान्दं च वामनं चैव कौर्म्यं मात्स्यं च गारुडम् ॥
ब्रह्मांडं चेति पुण्यो ऽयं पुराणानामनुक्रमः ॥
–श्रीशिवमहापुराणम्
તમારી ટીપ્પણી