શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ (૨૨)
પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો બાવીસમો પ્રશ્ન છે :
યક્ષનો સવાલ :
का दिक्किमुदकंपार्थ किमन्नं किंच वै विषम्।
श्राद्धस् कालमाख्याहि ततः पिब हरस्व च ।।
અર્થાત : દિશા શું છે ? જળ શું છે ? અન્ન શું છે ? વિષ શું છે ? શ્રાદ્ધ નો સમય સમય શું છે એ બતાવો ?
યુધિષ્ઠિર ઉત્તર આપે છે :
सन्तो दिग्जलमाकाशं गौरन्नं ब्राह्मणं विषम्।
श्राद्धस्य ब्राह्मणः कालः कथं वा यक्ष मन्यसे ।।
અર્થાત : સત્પુરુષ દિશા છે (કારણકે તેઓ ભગવદ પ્રાપ્તિનો માર્ગ બતાવે છે ) . આકાશ જળ સ્વરૂપ છે. ગાય અન્ન સ્વરૂપ છે (કારણકે ગાયથી દૂધ-ઘી આદિ હવ્ય ઉત્પન્ન થાય છે એ હવ્ય યજ્ઞદ્વારા વર્ષા થાય છે અને એ વર્ષાથી અન્ન ઉત્પન્ન થાય છે). પ્રાર્થના (કામના) વિષ છે. બ્રાહ્મણ શ્રાદ્ધનો સમય છે (કારણકે જયારે ઉત્તમ બ્રાહ્મણ મળે ત્યારે શ્રાદ્ધ કરવું જોઈએ)
તમારી ટીપ્પણી