શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ (૨૧)
પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો એકવીસમો પ્રશ્ન છે :
યક્ષનો સવાલ :
मृत कथं स्यात्पुरुषः कथं राष्ट्रं मृतं भवत्।
श्राद्धं मृतंकथं वा स्यात्कथं यज्ञा मृतो भवेत् ।।
અર્થાત : પુરુષ કઈ રીતે મૃત્યુ પામેલો સમજવામાં આવે છે ? રાષ્ટ્રને કઈ રીતે મૃત્યુ જાણવું ? શ્રાદ્ધને કેવી રીતે મૃત્યુ ગણવામાં આવે છે ? અને યજ્ઞ કઈ રીતે મૃત્યુ પામે છે ?
યુધિષ્ઠિર ઉત્તર આપે છે :
मृतो दरिद्रः पुरुषोमृतंराष्ट्रमराजकम्।
मृतमश्रोत्रियं श्राद्धं मृतो यज्ञस्त्वदक्षिणः ।।
અર્થાત : દરિદ્ર પુરુષ મૃત્યુ પામેલો સમજવામાં આવે છે. રાજા વગરનું રાષ્ટ્રને મૃત્યુ જાણવું. ક્ષોત્રિય બ્રાહ્મણ વગર શ્રાદ્ધને મૃત્યુ ગણવામાં આવે છે. અને દક્ષિણા વગરનો યજ્ઞ મૃત્યુ પામે છે.
તમારી ટીપ્પણી