આજનો સુવિચાર : મૃત્યુ બાદ
सर्वे पितृवनं प्राप्ताः स्वपन्ति विगतत्वचः।
निर्मांसैरस्थिभूयिष्ठैर्गात्रैः स्नायुनिबन्धनैः।।
किं विशेषं प्रपश्यन्ति तत्र तेषां परे जनाः।
येन प्रत्यवगच्छेयुः कुलरूपविशेषणम्।।
–મહાભારત , સ્ત્રી પર્વ , અધ્યાય ૪
અર્થાત : બુદ્ધિમાન અને મુર્ખ, ધનિક અને નિર્ધન , કુલિન તથા અકુલિન , પ્રતિષ્ઠિત અને અપ્રતિષ્ઠિત, આ સર્વ (મૃત્યુ બાદ) સ્મશાનભૂમિમાં વસ્ત્રહીન અવસ્થામાં પડયા રહે છે અને ત્યારે કોઈ પણ વ્યક્તિને એમનાં વચ્ચેનું અંતર નથી દેખાતું કે જેનાથી એમનાં કુલ અને રૂપની વિશેષતા સ્પષ્ટ થાય.
यदा सर्वे समं न्यस्ताः स्वपन्ति धरणीतले।
कस्मादन्योन्यमिच्छन्ति विप्रलब्धुमिहाबुधाः।।
અર્થાત : જયારે મૃત્યુ બાદ સહુ મનુષ્ય સમાન ભાવે પૃથ્વીની ગોદમાં નીંદર માણે છે ત્યારે અબુધ મનુષ્ય જીવતાં જાગતા એક બીજાને છેતરે છે.
તમારી ટીપ્પણી