શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ (૧૯)
પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો ઓગણીસમો પ્રશ્ન છે :
યક્ષનો સવાલ :
किमर्थं ब्राह्मणे दानं किमर्थं नटनर्तके।
किमर्थं चैव भृत्येषु किमर्थं चैव राजसु ।।
અર્થાત : બ્રાહ્મણને કેમ દાન આપવામાં આવે છે. નટ અને નર્તકોને કેમ દાન અપાય છે ? સેવકોને દાન આપવાનું પ્રયોજન શું છે ? અને રાજાને કેમ દાન અપાય છે ?
યુધિષ્ઠિર ઉત્તર આપે છે :
धर्मार्थं ब्राह्मणे दानं यशोर्थं नटनर्तके।
भृत्येषु सङ्ग्रहार्थं च भयार्थं चैव राजसु ।।
અર્થાત : બ્રાહ્મણને ધર્મને માટે દાન આપવામાં આવે છે. નટ અને નર્તકોને યશ માટે દાન (ઇનામ) અપાય છે. સેવકોને ભરણપોષણ માટે દાન (વેતન) આપવામાં આવે છે. અને રાજાને ભયને કારણે દાન (કર) અપાય છે.
તમારી ટીપ્પણી