મનપસંદ કવિતા : આવી હશે (અજ્ઞાત )
એવીય પણ એકાદ પળ આવી હશે,
તેં જાતને સો વાર સમજાવી હશે.
લાખો વખત અળગી કરી એકાંતમાં,
સૌ યાદને મારી ય મમળાવી હશે.
ના એમ અમથી ના ફૂટે કુંપળ કદી,
નક્કી તેં એમાં લાગણી વાવી હશે.
એથીજ આજે આભથી ઝરમર થયું,
ગમતી ગઝલ કાં તેંજ સંભળાવી હશે.
હા મોકલી’તી યાદને મેં પણ તને,
તેં હેડકી અડધે જ અટકાવી હશે.
-અજ્ઞાત
તમારી ટીપ્પણી