શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ (૧૬)
પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો સોળમો પ્રશ્ન છે :
યક્ષનો સવાલ :
धन्यानामुत्तमं किंस्विद्धनानां स्यात्किमुत्तमम्।
लाभानामुत्तमं किंस्यात्सुखानां स्यात्किमुत्तमं ।।
અર્થાત : ધન્યવાદ યોગ્ય મનુષ્યનો ઉત્તમ ગુણ શું છે ? ધનમાં ઉત્તમ ધન શું છે ? લાભોમાં ઉત્તમ લાભ શું છે ? સુખોમાં ઉત્તમ સુખ શું છે ?
યુધિષ્ઠિર ઉત્તર આપે છે :
धन्यानामुत्तमं दाक्ष्यंधनानामुत्तमं श्रुतम्।
लाभानां श्रेय आरोग्यं सुखानां तुष्टिरुत्तमा ।।
અર્થાત : ધન્યવાદ યોગ્ય મનુષ્યનો ઉત્તમ ગુણ યોગ્યતા છે. ધનમાં ઉત્તમ ધન શાસ્ત્ર જ્ઞાન છે. લાભોમાં ઉત્તમ લાભ આરોગ્ય છે. સુખોમાં ઉત્તમ સુખ સંતોષ છે.
તમારી ટીપ્પણી