જાણવા જેવું – શાસ્ત્રોના પ્રકાર
હિન્દુ ધર્મના શાસ્ત્રો ત્રણ પ્રકારના છે. શ્રુતિ- સ્મૃતિ અને પુરાણ.
શ્રુતિ: પરમાત્મા વિષેના જ્ઞાનનો અનુભવ તપશ્ચર્યાનાં બળે પોતાના અંતરાત્મામાં ઉદભવે, એટલે અંતઃકરણમાં સંભળાય, અને જેનું નિરૂપણ જેમાં થયું છે તેને શ્રુતિ કહે છે.
સ્મૃતિ : આર્યોના નિયમનાં શાસ્ત્રો જેમાં રીત, રિવાજ, ક્રિયા, ધર્મશાસ્ત્ર, રાજનીતિ વગેરે પ્રાચીન શાસ્ત્રકારોએ પોતાની સ્મૃતિ અને સમાજનાં હિત માટે જેમાં લખ્યાં છે તે નિયમોનો ગ્રંથો.
પુરાણ: કથાઓ દ્વારા માનુષ, અર્ધમાનુષ અને દિવ્ય માનુષની પ્રચલિત થયેલી આખ્યાયિકાઓનો સંગ્રહગ્રંથ , આવા અઢાર પુરાણો છે જેના રચયિતા મહર્ષિ વેદવ્યાસ છે. આ પુરાણો છે – બ્રહ્મ, પદ્મ, વિષ્ણુ, શિવ, ભાગવત, ભવિષ્ય, નારદ, માર્કન્ડેય, અગ્નિ, બ્રહ્મવૈવર્ત, લિંગ, વરાહ, સ્કન્દ, વામન, કૂર્મ, મત્સ્ય, ગરૂડ, અને બ્રહ્માંડ પુરાણ. આ બધા પુરાણોના કુલ શ્લોકની સંખ્યા ૪ લાખ છે.
તમારી ટીપ્પણી