ટેવ !

ઝાકળથી હું  પત્ર લખું,
ને તને તડકામાં ખોલવાની ટેવ !

વાદળ બની વરસું,
પણ તને છતરીમાં છુપાવાની ટેવ !

ટાઢ બની આવું
ને તને સ્વેટર પહેરવાની ટેવ !

મીઠો વાયરો બની આવું
પણ તને કેશ બાંધવાની ટેવ !

મિલન માટે અવસર શોધું,
ને તને મહેફિલો મહાલવાની ટેવ !

ઇશારા થકી કને બોલાવું ,
પણ તને સંતાકુકડી રમવાની ટેવ !

પ્રણય સાટું જાગરણ કરું,
ને તને ઝોકું ખાવાની ટેવ !

આ કાવતરાએનું ઓસડ શોધું
પણ તને અખતરા કરવાની ટેવ !

પ્રેમનાં કેફમાં હું મોર બનું
ને તને ઢેલડી બનવાની ટેવ

પિયુ સંગ ઝૂમતી રહું
“યાર” એ તે કેવી મજાની તારી ટેવ!

 

નોંધ – અજ્ઞાત સર્જકની  પ્રેરણા પરથી

No comments yet

તમારી ટીપ્પણી

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.