શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ (૧૫)
પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો પંદરમો પ્રશ્ન છે :
યક્ષનો સવાલ :
किंस्विदात्मा मनुष्यस् किंस्विद्दैवकृतः सखा।
उपजीवनं किस्विदस् किंस्विदस्य परायणम् ।।
અર્થાત : મનુષ્યનો આત્મા કોણ છે ? એનો દેવકૃત સખા કોણ છે ? એના જીવનનો સહારો કોણ છે ? અને એનો પરમ આશ્રય કોણ છે ?
યુધિષ્ઠિર ઉત્તર આપે છે :
पुत्र आत्मा मनुष्यस्य भार्या दैवकृतः सखा।
उपजीवनं च पर्जन्यो दानमस् परायणम् ।।
અર્થાત : પુત્ર મનુષ્યનો આત્મા છે. ભાર્યા (પત્ની) એ તેનો દેવકૃત સખા છે. મેઘ એ જીવનનો સહારો છે . અને દાન એ પરમ આશ્રય છે.
તમારી ટીપ્પણી