શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ (૧૩)
પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો તેરમો પ્રશ્ન છે :
યક્ષનો સવાલ :
किंस्विदेको विचरते जातः को जायते पुनः।
किंस्विद्धिमस्य भैषज्यं किंस्विदावपनं महत् ।।
અર્થાત : એકલું કોણ વિચરણ કરે છે ? એક વખત ઉત્પન્ન થયાં બાદ ફરી પાછું કોણ ઉત્પન્ન થાય છે ? શીત ની ઔષધી શું છે ? અને મહાન આવપન (ક્ષેત્ર) શું છે ?
યુધિષ્ઠિર ઉત્તર આપે છે :
सूर्य एको विचरते यन्द्रमा जायते पुनः।
अग्निर्हमस्य भैषज्यं भूमिरावपनं महत् ।।
અર્થાત : સૂર્ય એકલો વિચરણ કરે છે. ચંદ્રમાં ઉત્પન્ન થયાં બાદ ફરી ઉત્પન્ન થાય છે. અગ્નિ શીતની ઔષધી છે . પૃથ્વી મહાન આવપન છે.
તમારી ટીપ્પણી