છંદ રેણકી : રમઝટ ૮ – શ્રાવણ જલ બરસે, સુંદર સરસે
શ્રાવણ જલ બરસે, સુંદર સરસે,
બાદલ ભરસે, અંબર સે,
તરુવર ગિરિ બરસે, લતા લહરસે,
નદિયાં બરસે, સાગર સે,
દંપતી દુઃખ હરસે, સેજ સમરસે,
લગત જ હરસેં, દુખકારી
કહે રાધે પ્યારી મે બલિહારી,
ગોકુળ આવો ગિરધારી…
રે જીરે ગોકુળ આવો ગિરધારી
રે જીરે ગોકુળ આવો ગિરધારી
તમારી ટીપ્પણી