આજનો સુવિચાર :પરમાત્માનાં ધામમાં જવાનાં સાધનો
तस्मान्मैत्रं समास्थाय शीलमापदि भारत।
दमस्त्यागोऽप्रमादश्च ते त्रयो ब्रह्मणो हयाः।।
–મહાભારત , સ્ત્રી પર્વ, અધ્યાય ૭
વિદુરજી મહારાજ ધૃતરાષ્ટ્રને બોધ આપતાં કહે છે “મનુષ્યે દયાભાવમાં સ્થિર થઈને શીલની પ્રાપ્તિ કરવી જોઈએ .અને સમજવું કે દમ , ત્યાગ અને અપ્રમાદ આ ત્રણ પરમાત્માના ધામમાં લઇ જનાર ઘોડા છે” જે મનુષ્ય શીલરૂપી લગામથી આ ત્રણે ઘોડાઓને મનરૂપી રથ જોડે બાંધી ,સાવધાન બની સવાર થાય છે તે મૃત્યુનાં ભયને ટાળી બ્રહ્મલોકને પ્રાપ્ત કરે છે.”
તમારી ટીપ્પણી