મનપસંદ કવિતા – કોઈનું દિલ તોડવું નથી (અજ્ઞાત)
દોલત મળે કે ના મળે, પણ હવે દોડવું નથી,
હાથે રહી ને ઝેર હવે ધોળવું નથી,
આ સત્ય કઇ નવું નથી ,
બે ગજ કફન સિવાય કઈ લઇ જવું નથી,
માણસ તરીકે જન્મ લે છે અહી બધા ,
પણ અફસોસ છે કે કોઈ ને અહી માણસ થવું નથી,
ગુણ દોષ પારકા જોવાની ટેવ પડી ગઈ છે,
પોતાનું હૃદય કોઈને ઢંઢોળવું નથી,
દેવાલયો માં અને કથાઓ માં ઘણી ભીડ થાય છે,
પ્રભુની સાથે હૃદય કોઈને જોડવું નથી,
ટેવ પડી ગઈ છે જૂઠ નાં વ્યવહારની,
કોઈ ને સત્ય ક્યાં છે તે હવે ખોલવું નથી,
જિંદગીમાં ફક્ત આટલું જ કરો ,
નિર્ણય કરો કે કોઈ નું દિલ તોડવું નથી.
તમારી ટીપ્પણી