છંદ રેણકી : રમઝટ ૫ – નવરાત નવેલી બની અલબેલી
નવરાત નવેલી બની અલબેલી
ભાવ ભરેલી ભભકેલી,
સરહદ પર ખેલી કમર કસેલી
સંગ સહેલી સાધેલી,
બની ચંપક વેલી
માણ્ય ભરેલી
સોળ સાહેલી શણગારી,
ચામુંડા ચંડી
ધજા પ્રચંડી
અસુર વિખંડી અવતારી.
રે…. માડી અસુર વિખંડી અવતારી.
રે….માડી અસુર વિખંડી અવતારી.
તમારી ટીપ્પણી