છંદ રેણકી : રમઝટ ૪ – સર સર પર સધર અમર તર
સર સર પર સધર અમર તર,
અનસર કરકર વરધર મેલ કરે,
હરિહર સૂર અવર અછર અતિ મનહર,
ભર ભર અતિ ઉર હરખ ભરે,
નિરખત, નર પ્રવર, પ્રવરગણ નિરઝર,
નિકટ મુકુટ શિર સવર નમે,
ઘણ રવ પટ ફરર
ફરર પદ ઘૂઘર,
રંગભર સુંદર શ્યામ રમે…
રે…. ભાઈ રંગભર સુંદર શ્યામ રમે …
રે…. ભાઈ રંગભર સુંદર શ્યામ રમે …
તમારી ટીપ્પણી